Kolkata rape and murder echoes In Gujarat, doctors hold rally in Surendranagar, demand justice

કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં, સુરેન્દ્રનગરમાં ડોક્ટરોએ રેલી યોજી ન્યાયની માંગણી કરી

પશ્ચિમ બંગાળના કોલકાતામાં જુનીયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવને લઇ દેશભરમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ખાતે જુનીયર ડોક્ટરો દ્વારા ન્યાયની માંગણી કરવામા આવી હતી અને કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર સાથે રેલી પણ યોજવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના કોલકાતમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવને લઇ દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જ્યારે દેશભરમાં આ બનાવમાં આરોપીઓને ઝડપી પાડવા અને કડક સજા કરવા માંગ સાથે ડોક્ટર એસોસીએશન દ્વારા બંધનુ એલાન કરવામા આવ્યું છે. Stay Read…soham24.in