25 people were caught gambling from Surendranagar district

સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુગાર રમતા 25 શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા કર્યાં હતાં. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રોઝવા, વઢવાણ અને મુળચંદ રોડ પર જુગાર રમતા કુલ 25 શખ્સોને કુલ રૂા.41,930ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઝીંઝુવાડા પોલીસે પાટડી તાલુકાના રોઝવા ગામે દરોડો કરી ઘોડીપાસાનો જુગાર રમતા નીકુભા ભગવાનસિંહ ઝાલા, દશરથસિંહ બાલુભા ઝાલા, નવુભા દાનસંગ ઝાલા અને છનુભા વીનુભા ઝાલાને રોકડા રૂા.10,270 સાથે ઝડપી લીધા હતાં. Stay Read…soham24.in