Illegal oil theft scam from tanker caught on Dhrangadhra-Malwan highway

Oil theft scam – ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અસમાજીક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અગાઉ પણ અનેક વખત ઈંગ્લીશ દારૂ, બાયોડિઝલ સહિતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે બાતમીના આધારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પીપળી ગામના પાટીયા પાસે આવેલ એક હોટલના પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાંથી ગેરકાયદેસર અલગ-અલગ પ્રકારના તેલની ટેન્કરોમાંથી ચોરી કરતા શખ્સોને 1.57 કરોડના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. StayRead…soham24.in